રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ડેના અવસરે કુબેરજીને મળ્યો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કાર
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ડેના અવસરે સુરત, ગુજરાત સ્થિત કુબેરજી ટેક પ્રાઈવેટ લિમિટેડને ભારત સરકારના Department for Promotion of Industry and Internal Trade (ડિપીઆઈઆઈટી) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કારથી સન્માનિ
Surat


સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ડેના અવસરે સુરત, ગુજરાત સ્થિત કુબેરજી ટેક પ્રાઈવેટ લિમિટેડને ભારત સરકારના Department for Promotion of Industry and Internal Trade (ડિપીઆઈઆઈટી) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું. ડિપીઆઈઆઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સમાંથી પસંદગી પામી કુબેરજીને આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે.

આ પુરસ્કાર સમારોહમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, boAt કંપનીના સહ-સ્થાપક અમન ગુપ્તા તથા ઓયો કંપનીના સ્થાપક રિતેશ અગ્રવાલ સહિત દેશભરના અગ્રણી ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિ રહી હતી.

કુબેરજીના સ્થાપક હિતેશ કનેરીયા અને પુનિત ગજેરાના નેતૃત્વ હેઠળ કંપની ગ્રામિણ ભારતમાં મહિલા નેતૃત્વ આધારિત અંતિમ છોર (લાસ્ટ-માઇલ) ફિનટેક મોડેલ દ્વારા નાણાકીય સમાવેશનને મજબૂત બનાવી રહી છે. કુબેરજી ગ્રામિણ મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સેવા પ્રદાતા તરીકે સશક્ત બનાવી બેન્કિંગ, સોનામાં બચત, બિલ ચુકવણી, અને અન્ય નાણાકીય સેવાઓ ગામના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડે છે.

આ રાષ્ટ્રીય સન્માન મહિલા ઉદ્યોગસાહસિકતા, ડિજિટલ ઈન્ડિયા અને સમાવેશી વિકાસની દિશામાં કુબેરજીના નોંધપાત્ર યોગદાનને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપે છે તથા ગુજરાતમાંથી ઊભરી આવેલી સામાજિક અને તકનીકી નવીનતાને દેશવ્યાપી ઓળખ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande