વનાસણ ગામમાં 36 ગામ જાગીરદાર પરમાર સમાજ દ્વારા દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓ નાબૂદ કરવા ઐતિહાસિક નિર્ણય લેવાયો
પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના વનાસણ ગામમાં 36 ગામ જાગીરદાર પરમાર સમાજ દ્વારા દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓ નાબૂદ કરવા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક સુધારણા અને વ્યસનમુક્તિના હેતુથી કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 17
વનાસણ ગામમાં 36 ગામ જાગીરદાર પરમાર સમાજ દ્વારા દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓ નાબૂદ કરવા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો


પાટણ, 17 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના વનાસણ ગામમાં 36 ગામ જાગીરદાર પરમાર સમાજ દ્વારા દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓ નાબૂદ કરવા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક સુધારણા અને વ્યસનમુક્તિના હેતુથી કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

17 જાન્યુઆરી શનિવારે યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોની હાજરીમાં સર્વસંમતિથી દારૂબંધી અને જુગારબંધીના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.

નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ દારૂ ગાળશે કે તેનું વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમજ 21,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સાથે જ આવા વ્યક્તિ સામે સામાજિક બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

ગામમાં જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને નિયમોના અમલ તથા દેખરેખની જવાબદારી કુટુંબના આગેવાનો અને વનાસણ ટોડા વાઈજ 36 સભ્યોને સોંપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande