ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે શનિવારે રાત્રે હનુમાન ચાલીસાનું સમૂહ ગાન યોજાયું
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે શનિવારે રાત્રે હનુમાન ચાલીસાનું સમૂહ ગાન યોજાયું. આ પ્રસંગે ભજન-કીર્તન તેમજ વિવિધ ધાર્મિક વિષયો પર ચિંતન પણ થયું. ધૂણા મંડળના મહેન્દ્રભાઈ વ્યાસ અને વકીલ સુરેશભાઈ ઠાકોર સહિ
ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે શનિવારે રાત્રે હનુમાન ચાલીસાનું સમૂહ ગાન યોજાયું


પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રામદેવપીર ધૂણા ખાતે શનિવારે રાત્રે હનુમાન ચાલીસાનું સમૂહ ગાન યોજાયું. આ પ્રસંગે ભજન-કીર્તન તેમજ વિવિધ ધાર્મિક વિષયો પર ચિંતન પણ થયું.

ધૂણા મંડળના મહેન્દ્રભાઈ વ્યાસ અને વકીલ સુરેશભાઈ ઠાકોર સહિતના ભક્તોએ ભજન-કીર્તન રજૂ કર્યું, જ્યારે વિષ્ણુભાઈ યોગી અને સુરેશભાઈ સાધુએ સંગીત પીરસ્યું. ધૂણા ખાતે છેલ્લા પચીસ વર્ષથી દર શનિવારે રાગ-રાગિણીમાં ચાલીસા ગાન કરવાની પરંપરા ચાલે છે.

કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના નીતિનભાઈ વ્યાસ, કંચનબેન વ્યાસ અને મણીલાલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. મહેન્દ્રભાઈ વ્યાસે કવિ અને વેપારી અખાના જીવન કવનનો પરિચય પણ કરાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande