

પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકામાં એન્જિનિયરો માટે ઉર્જા અને ટેક્નિકલ તાલીમ અંગે વર્કશોપ યોજાયો હતો, જેમાં સરકારી પોલીટેકનિક કોલેજના નિષ્ણાંતોએ કર્મચારીઓના કામ કરવાની કાર્યક્ષમતામાં વધારો થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની સુચના અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી તેમજ હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના કર્મચારીઓની કાર્યક્ષમતા અને ટેક્નિકલ જ્ઞાનમાં વૃદ્ધિ લાવવા માટે સમયાંતરે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
તાજેતરમાં પોરબંદર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા વર્કશોપમાં મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રીક એન્જિનિયરોને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. વર્કશોપનું આયોજન એન્જિનિયરિંગ ટીમના કર્મચારીઓ માટે તેમના રોજિંદા કાર્યને સરળ બનાવવા અને નવી ટેક્નિકલ સમજણ અપાવવા માટે કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન માર્ગદર્શન આપનાર ખાસ સ્પેશિયલિસ્ટ્સમાં મિકેનિકલ એન્જિનિયર કે.ડી. પરમાર, સિવિલ એન્જિનિયર એચ.જી. તારાણી, અને ઈલેક્ટ્રીક એન્જિનિયર એ.કે. ગોજીયાના અનુભવ અને જ્ઞાનનો ઢગલામાં ઉપયોગ કરીને, એન્જિનિયરિંગ ક્ષેત્રના વિવિધ વિષયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વર્કશોપમાં મુખ્યત્વે ઉર્જા સંરક્ષણ, એનજી ઓડિટ, બિલ્ડીંગ બાયલોસ, અને આઇસી એન્જિન જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી એન્જિનિયરોએ પ્રેક્ટિકલ અને સાઇટ આધારિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેમના કાર્યને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવી શકે. આ તાલીમ દ્વારા કર્મચારીઓના ટેક્નિકલ કુશળતા, વ્યાવસાયિક ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવા સાથે શહેરમાં સર્વિસ ડિલિવરી વધુ ગુણવત્તાવાળી બનાવવા માટે પ્રેરણા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya