પાટણમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ શહેરમાં વધતા ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે સક્રિય પગલાં ભર્યા છે. પાલિકા તંત્રે શહેરના મુખ્ય વિસ્તારોનું નિરીક્ષણ કર્યા પછી નવી ઝુંબેશ શરૂ કરી હતી. નવજીવન ચાર રસ્તા પાસે તિરુપતિ મા
પાટણમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ


પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ શહેરમાં વધતા ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે સક્રિય પગલાં ભર્યા છે. પાલિકા તંત્રે શહેરના મુખ્ય વિસ્તારોનું નિરીક્ષણ કર્યા પછી નવી ઝુંબેશ શરૂ કરી હતી.

નવજીવન ચાર રસ્તા પાસે તિરુપતિ માર્કેટમાં પાલિકાની ટીમ JCB મશીન સાથે પહોંચી અને દુકાનદારો દ્વારા બનાવેલા ગેરકાયદેસર શેડ તોડી નાખ્યા. માર્ગ પર ઊભી લારીઓને પણ હટાવવામાં આવી હતી.

આ કામગીરીથી વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી છે. ચીફ ઓફિસર અનુસાર, આ ઝુંબેશ દ્વારા શહેરમાંથી ગંદકી અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande