હજીરા ખાતે હર્ષ સંઘવીના હસ્તે ગંગાસ્વરૂપા બહેનો, શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને સાધન સહાયનું વિતરણ
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ચોર્યાસી તાલુકાના હજીરા ખાતે ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય, જરૂરિયાતમંદોને મેડિકલ સાધનો તેમજ શાળાના બાળકોને યુનિફોર્મ સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્
Surat


સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ચોર્યાસી તાલુકાના હજીરા ખાતે ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય, જરૂરિયાતમંદોને મેડિકલ સાધનો તેમજ શાળાના બાળકોને યુનિફોર્મ સહાયનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ આસ્થાનું પર્વ છે. હજીરા રાધેક્રિષ્ના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હજીરા ઓવારા ખાતે ગણેશ વિસર્જન માટે કરવામાં આવતી તૈયારી અને વ્યવસ્થાઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. વિશેષરૂપે, ગણેશ વિસર્જન દરમિયાન મળતું દાન સંપૂર્ણપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાય છે, જે સમાજ માટે પ્રેરક ઉદાહરણ છે.

વધુમાં તેમણે કહયું કે, હજીરા રાધેક્રિષ્ના સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોટ પોઈન્ટ ઓવારા પર વર્ષ ૨૦૨૫ના ગણેશ વિસર્જન દરમિયાન પ્રાપ્ત થયેલ દાનમાંથી આ સહાયથી સમાજના અંતિમ સ્તરે રહેલા જરૂરિયાતમંદોને સીધો લાભ મળી રહ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, અગ્રણી મતી ઝંખનાબેન પટેલ, ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande