
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ-ઊંઝા હાઈવે પર ડુંગળીપુરા ગામ નજીક મોડી રાત્રે ઈકો કાર ઝાડ સાથે અથડાઇ ભયાનક અકસ્માત સર્જાયો. વાહન ચાલક શંકરભાઈ કરશનભાઈ બજાણીયા (ઉમ્ર 30, જોરણંગ, મહેસાણા) ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.
ગાડીમાં મુસાફર તરીકે સવાર કાજલબેન પૂનમચંદ્ર રાવળ (પાટણ) ગંભીર ઈજાગ્રસ્ત થઈને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત રાત્રિ 03:00 વાગ્યાના આસપાસ થયો હતો, જ્યારે શંકરભાઈ ઊંઝાથી પાટણ તરફ જઈ રહ્યા હતા.
ગાડીના સ્ટીયરીંગ પર કાબુ ગુમાવવાથી કાર રોડની બાજુના ઝાડ સાથે અથડાઇ ગઈ હતી. ઈકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો, અકસ્માત એટલો ભયાનક હતો કે ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.
પાટણ સીટી બી. ડિવિઝન પોલીસીએ આ મામલે B.N.S.S.ની કલમ 281, 125(b), 106(1) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ