જનસ્વાસ્થ્યને મજબૂતી આપવા ચિત્તલમાં રૂ. 90 લાખના આરોગ્ય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : જનસ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા અને ગ્રામ્ય વિસ્તારો સુધી ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે ચિત્તલ ખાતે રૂ. 90 લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્ર–1 અને 2 નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બંને આ
જનસ્વાસ્થ્યને મજબૂતી આપવા ચિત્તલમાં રૂ. 90 લાખના આરોગ્ય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત


અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : જનસ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા અને ગ્રામ્ય વિસ્તારો સુધી ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે ચિત્તલ ખાતે રૂ. 90 લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્ર–1 અને 2 નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બંને આરોગ્ય કેન્દ્રો તૈયાર થતાં આસપાસના ગામોના નાગરિકોને પ્રાથમિક સારવાર, માતા-બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ તથા નિયમિત આરોગ્ય તપાસ જેવી સુવિધાઓ નજીકમાં ઉપલબ્ધ થશે.

ખાતમુહૂર્ત પ્રસંગે સરકારની ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરવામાં આવી. અધિકારીઓને સમયબદ્ધ અને ગુણવત્તાપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આરોગ્ય સેવાઓ તરત શરૂ કરી શકાય. સ્થાનિક લોકોને લાંબી દૂરી સુધી જવું ન પડે અને તાત્કાલિક સારવાર મળે તે દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ અવસરે ગુજરાત સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રમાં મજબૂત માળખું ઊભું કરવું સરકારની પ્રાથમિકતા છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દરેક નાગરિકને સમાન અને ઉત્તમ આરોગ્ય સુવિધા મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ચિત્તલ ખાતે શરૂ થનાર આ પેટા આરોગ્ય કેન્દ્રો જનહિતમાં એક મહત્વપૂર્ણ પગલું બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande