ડીંડરોલ ગામે પૂરપાટ જીપની ટક્કરે, માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર રસ્તો ઓળંગી રહેલી એક માસૂમ બાળકીને પૂરપાટ ઝડપે આવી રહેલી જીપ ડાલાએ અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટ
ડીંડરોલ ગામે પૂરપાટ જીપની ટક્કરે માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત


ડીંડરોલ ગામે પૂરપાટ જીપની ટક્કરે માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત


પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર રસ્તો ઓળંગી રહેલી એક માસૂમ બાળકીને પૂરપાટ ઝડપે આવી રહેલી જીપ ડાલાએ અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતના ભયાનક દ્રશ્યો નજીકના મકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે.

મળતી માહિતી મુજબ, ગત શનિવારે બાળકી અચાનક દોડીને રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે જ તેજ ગતિએ આવતી જીપે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની સાથે જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત બાળકીને પ્રાથમિક સારવાર બાદ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. CCTV ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે રહેણાંક વિસ્તારમાં પણ વાહનો બેફામ ઝડપે દોડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં બાળકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande