
અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : આજરોજ ઈશ્વરીયા ગામના મંત્રી કોશિક વેકારીયાના પ્રવાસ દરમ્યાન ઇશ્વરિયા ગામ ખાતે સાંસદ પરસોતમ રૂપાલાના માતાશ્રી ની મુલાકાત લીધી હતી અને સંસ્કાર, સંવેદના અને સંબંધીયતાનો ભાવ પ્રગટ થયો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકપ્રિય સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના માતૃશ્રી હરિબાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા. ગામની મીઠી માટી અને વડીલોના આશીર્વાદથી પ્રવાસ વધુ પવિત્ર અને સ્મરણિય બન્યો હતો.
આ મુલાકાત દરમિયાન વડીલો સાથે આત્મીય સંવાદ થયો, જેમાં સંસ્કાર, પરિવાર મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે વાતચીત કરવામાં આવી. હરિબા ના આશીર્વાદ સાથે ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાની મહત્તા ફરી એકવાર અનુભવી શકાયી. વડીલોનું સ્નેહભર્યું માર્ગદર્શન સમાજ માટે દીપક સમાન છે, જે નવી પેઢીને સચોટ દિશા આપે છે.
આ અવસરે ગુજરાત સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગામડાં ભારતની આત્મા છે અને વડીલોના આશીર્વાદથી જ સમાજમાં એકતા, સંસ્કાર અને સેવાભાવ જીવંત રહે છે. ઈશ્વરીયા ગામની આ મુલાકાત માનવીય મૂલ્યો, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી એક યાદગાર ક્ષણ બની રહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai