હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): ઉધના મગદલ્લા રોડ પાસે જીઆવ બુડિયા સ્થિત રામજીવાડી ખાતે ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજના સ્નેહમિલન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું


સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): ઉધના મગદલ્લા રોડ પાસે જીઆવ બુડિયા સ્થિત રામજીવાડી ખાતે ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજના સ્નેહમિલન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર લોકો માટે છે અને લોકોના હિતમાં સતત કાર્ય કરી રહી છે. ચોર્યાસી તાલુકામાં માર્ગ, શિક્ષણ પ્રકલ્પો, આરોગ્ય તથા બ્રિજ સહિતના વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને સીધો લાભ મળ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, આશરે રૂ.167 કરોડના ખર્ચે આભવા અને ખજોદના મહત્વના બ્રિજને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોનું આવાગમન સરળ બનશે તેમજ વિકાસને નવી ગતિ મળશે.

પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પ્રાસંગિક સંબોધનમાં સરકારના વિકાસલક્ષી કાર્યોની સરાહના કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ પટેલ, કોર્પોરેટરો તેમજ કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande