બાલીસણામાં પક્ષીઓને પતંગની દોરીથી બચાવ અભિયાન, એક કિલો પતંગની દોરી બદલ એક કિલો ગોળ
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના બાલીસણા યુવક મંડળ દ્વારા પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એક કિલો પતંગની દોરી બદલ એક કિલો ગોળ આપવામાં આવતું હતું. ઉત્તરાયણ બાદ ગામમાં વૃક્ષો, ધાબા અને અન્ય સ્થળ
બાલીસણામાં પક્ષીઓને પતંગની દોરીથી બચાવ અભિયાન, એક કિલો પતંગની દોરી બદલ એક કિલો ગોળ


પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના બાલીસણા યુવક મંડળ દ્વારા પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એક કિલો પતંગની દોરી બદલ એક કિલો ગોળ આપવામાં આવતું હતું.

ઉત્તરાયણ બાદ ગામમાં વૃક્ષો, ધાબા અને અન્ય સ્થળોએ પડેલી પતંગની દોરીઓ એકઠી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 35 કિલો દોરી એકત્ર થઈ.

એકઠી કરાયેલી દોરી બદલ 35 કિલો ગોળ વિતરણ કરવામાં આવ્યું અને પછી આ દોરીનું નાશ કરીને તેને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande