ઉત્રાણમાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.): શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. આ સમયે તેમની સાથે જ કામ કરતા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે તેની સાથે મિત્રતા કર્યા બાદ તેમને વાતોમાં ભોળવી તેમને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ યુવકે અવ
Rape


સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.): શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. આ સમયે તેમની સાથે જ કામ કરતા યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે તેની સાથે મિત્રતા કર્યા બાદ તેમને વાતોમાં ભોળવી તેમને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ યુવકે અવારનવાર તેના ઘરે આવી શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કર્યું હતું અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દઈ તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ઉતરાણ વિસ્તારમાં રહેતી યુવતી શહેરના એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. આ સમયે મૂળ મહારાષ્ટ્રના જલગાવનો વતની અને સુરતના ડભોલી ગામમાં એચપી પેટ્રોલ પંપની પાછળ આવે જમના નગરમાં રહેતો ગોપાલ અનિલ પાટીલ (બોરસે) પણ તેમની સાથે કંપનીમાં કામ કરતો હતો. આ સમયે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને તેઓ એકબીજાના મોબાઈલ નંબર મેળવી સોશિયલ મીડિયા મારફતે વાતચીત કરતા હતા. આ દરમિયાન ગોપાલે તેમને પ્રેમ કરતો હોવાનું કહીને લગ્ન કરવાની લાલચ આપી હતી. યુવતી પણ તેની વાતમાં આવી ગઈ હતી અને અવારનવાર બાદમાં બંને યુવતીના ઘરે મળતા હતા. આ દરમિયાન ગોપાલે તેની સાથે બળજબરી કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ સમય પસાર કરી યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દઈ તેને તરછોડી દીધી હતી. જેથી આખરે યુવતીએ આ મામલે ગતરોજ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોપાલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande