
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : હારીજ તાલુકાના બોરતવાડા ગામે મહા સુદ એકમના સોમવારે ગામના સીમાડે બિરાજમાન જોગણી માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી.
આ કાર્યક્રમનું આયોજન જોગમાયા મિત્ર મંડળના યુવાનો દ્વારા સતત ત્રીજા વર્ષે ફાળો એકત્ર કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીને 56 ભોગનો પ્રસાદ ધરાવી બાદમાં તમામ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.
માતાજીના ઉપાસક ગોવિંદજી ઠાકોરે સર્વ ગ્રામજનોને આશિર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માતાજીના સેવક ભગવાનજી ઠાકોર તથા જોગમાયા મિત્ર મંડળના સેવાભાવી યુવાનોએ મહેનત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ