


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે મિયાણી ગામની મુલાકાત લઈ માછીમારોના પ્રશ્નો સાંભળ્યા હતા. મિયાણી બંદર વિસ્તારમાં માછીમારોને સામનો કરવા પડતા પ્રશ્નોને તાત્કાલિક અસરથી ઉકેલી આપવાની ખાતરી પણ મંત્રીએ વ્યક્ત કરી હતી.
તદુપરાંત મંત્રીએ વિસાવાડા ગામે પહોંચ્યા હતા, જ્યાં કુલ રૂ. 8 લાખના ખર્ચે બનનારા બે રસ્તાઓના વિકાસ કાર્યોનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને વિસાવાડા ગામના મરસિયા સીમ વિસ્તારના માર્ગ કામગીરીનું મંત્રીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, વિસાવાડા ગામના સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓ સામતભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, માછીમાર અગ્રણીઓ સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya