જામનગરમાં સિટી એ-ડિવિઝન પોલીસની કોમ્બિંગ નાઇટ : વાહન ચેકિંગ, મેળાવડા પર કાર્યવાહી; 15,300નો દંડ વસૂલ્યો
જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ
વાહન ચેકીંગ


જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી અટકાવવા માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ રવિવારે મોડી સાંજે આ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મ લગાવનારા, ફેન્સી નંબર પ્લેટ ધરાવતા, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.કોમ્બિંગ નાઇટ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો અને પ્રવેશદ્વાર પરના માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. ચાવડા, પીએસઆઇ એલ.બી. જાડેજા, પીએસઆઇ એમ.કે. બ્લોચ અને સર્વેલન્સ ટીમે પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહીમાં 8થી વધુ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ રૂ. 15,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે દુકાનો કે જાહેર સ્થળોએ વાહનો પાર્ક કરીને મેળાવડો જમાવીને બેઠેલા લોકો સામે પણ પગલાં લીધા હતા. કેટલાક લોકો પોલીસને જોઈને સ્થળ પરથી ભાગી ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande