નશામુકત ગુજરાત માટે નીકળેલા સાઇકલીસ્ટોનું પોરબંદરમાં અભિવાદન કરાયું
પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : નશામુકત ગુજરાત માટે નીકળેલા 15 સાઇકલીસ્ટોનું પોરબંદરમાં અભિવાદન થયુ હતુ. ઇનવિન્સિબલ એન.જી.ઓ. દ્વારા નશાની લત અને તેની ગંભીર અસરો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી 1400 કિ.મી.નું કોસ્ટલ સાઇકલિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું
નશામુકત ગુજરાત માટે નીકળેલા સાઇકલીસ્ટોનું પોરબંદરમાં અભિવાદન કરાયું.


નશામુકત ગુજરાત માટે નીકળેલા સાઇકલીસ્ટોનું પોરબંદરમાં અભિવાદન કરાયું.


નશામુકત ગુજરાત માટે નીકળેલા સાઇકલીસ્ટોનું પોરબંદરમાં અભિવાદન કરાયું.


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : નશામુકત ગુજરાત માટે નીકળેલા 15 સાઇકલીસ્ટોનું પોરબંદરમાં અભિવાદન થયુ હતુ. ઇનવિન્સિબલ એન.જી.ઓ. દ્વારા નશાની લત અને તેની ગંભીર અસરો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી 1400 કિ.મી.નું કોસ્ટલ સાઇકલિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન ઇનવિન્સિબલનો ડ્રગ્સ કેમ્પેઇનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે ખાસ કરીને યુવાનોમાં નશામુક્ત જીવન અંગે જાગૃતિ લાવવા માટે કાર્યરત છે. આ અભિયાનમાં ગુજરાતની પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા ચેતના સાહુ સહિત કુલ ૧૫ સાઇકલિસ્ટ્સ ભાગ લઈ રહ્યા છે. 10 દિવસમાં 12 મુખ્ય શહેરો આવરી લેતા આ અભિયાન દરમિયાન દરરોજ 100થી 150 કિ.મી. સાઇકલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ આગામી શહેર સુધી મુસાફરી કરવામાં આવે છે. દરેક શહેરમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરી નશાની લતના દુષ્પરિણામો, તેની સામાજિક અસર અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ કાર્યક્રમો, જાહેર સંવાદ અને સંપર્ક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ અભિયાન ટીમ પોરબંદર પહોંચી હતી, જ્યાં નશાબંધી ખાતુ અને એસ.ઓ.જી. દ્વારા ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નશાબંધી અને એસ.ઓ.જી પોલીસ અધિકારીઓએ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી અને નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશને વધુ મજબૂતીથી પ્રસારિત કર્યો. નશાબંધી અને પોલીસ વિભાગના સહયોગથી પોરબંદરમાં જનજાગૃતિ અભિયાનને વધુ પ્રભાવ મળ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande