મોટપ ગામે જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત, ગ્રામ પંચાયત અને આંગણવાડી કેન્દ્રની સમીક્ષા
મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીએ મોટપ ગામ ની મુલાકાત લઈ ગામના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકરો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ ગામમ
મોટપ ગામે જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત, ગ્રામ પંચાયત અને આંગણવાડી કેન્દ્રની સમીક્ષા


મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ જિલ્લા વિકાસ અધિકારીએ મોટપ ગામ ની મુલાકાત લઈ ગામના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આંગણવાડી કાર્યકરો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ ગામમાં ચાલી રહેલા તથા ભવિષ્યમાં અમલમાં મૂકવાના વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવાનો હતો.

ગ્રામ પંચાયત કચેરી ખાતે પાણી પુરવઠો, રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, લાઈટિંગ તેમજ વિવિધ સરકારી યોજનાઓની અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી. ગામના આગેવાનોએ સ્થાનિક સ્તરે રહેલી સમસ્યાઓ, જરૂરિયાતો અને સૂચનો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કર્યા. અધિકારીએ તમામ મુદ્દાઓ ગંભીરતાથી સાંભળી યોગ્ય કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું.

આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોના પોષણ, આરોગ્ય તપાસ, શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ તથા ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્રની કામગીરીને વધુ અસરકારક બનાવવા સ્વચ્છતા, રેકોર્ડ રાખવાની પદ્ધતિ અને સુવિધાઓમાં સુધારા અંગે સૂચનો આપવામાં આવ્યા.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિકાસમાં જનસહભાગિતા મહત્વપૂર્ણ છે. સરકારી યોજનાઓનો યોગ્ય લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે સતત મોનીટરિંગ અને સમયસર નિર્ણય લેવામાં આવશે. આ મુલાકાતથી મોટપ ગામના વિકાસ કાર્યોને નવી દિશા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande