પોરબંદરના ગોપનાથ પ્લોટ નજીક જુગાર રમી રહેલ પાંચ મહિલાઓ ઝડપાઇ
પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના ગોપનાથ પ્લોટ સામેની ગલીમાં રવિવારે સાંજે જાહેરમાં જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ મળી આવતા દરોડા વખતે સૂર્યાસ્તનો સમય થયો હોવાથી સવારે પોલીસ મથકમાં હાજર થવા જણાવ્યુ હતુ. કીર્તિમંદિર પોલીસમથકની સર્વેલન્સની ટીમ
પોરબંદરના ગોપનાથ પ્લોટ નજીક જુગાર રમી રહેલ પાંચ મહિલાઓ ઝડપાઇ


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના ગોપનાથ પ્લોટ સામેની ગલીમાં રવિવારે સાંજે જાહેરમાં જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ મળી આવતા દરોડા વખતે સૂર્યાસ્તનો સમય થયો હોવાથી સવારે પોલીસ મથકમાં હાજર થવા જણાવ્યુ હતુ.

કીર્તિમંદિર પોલીસમથકની સર્વેલન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જુનીકોર્ટ પાછળના ગોપનાથ પ્લોટ સામેની ગલીમાં કેટલીક મહિલાઓ જુગાર રમી રહી હતી જેથી ત્યાં જઈને તપાસ કરતા રોકડીયાપાર્કમાં રહેતા જયાબા મનુભા જેઠવા, પ્રાગાબાપાના આશ્રમ પાસેરહેતી જસવંતીબેન રમેશ જુંગી, ઝુરીબાગ શેરી નં. 9 માં રહેતી નર્મદાબેન દયાલજી વાળા, કોરીવાડમાં રહેતી શાંતાબેન દિલીપ વાલજી, છાયાના ફાટક પાસે રહેતી કંચનબેન બાબુ ધોકીયા મળી આવી હતી. આ મહિલાઓ પાસેથી 7370 રૂા.ની રોકડ અને ગંજીપતાના પાના કબ્જે થયા હતા. દરોડો પાડવામાં આવ્યો ત્યારે સૂર્યાસ્તનો સમય થઇ ગયો હોવાથી સવારે પોલીસમથકમાં હાજર થવા સૂચના આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande