આગાહી માવઠાની ચેતવણી : આંબાના પાકને બચાવવા ખેડૂતોને તાકીદ
મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમાં આગામી 21 થી 25 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની તથા કેટલીક જગ્યાએ હળવા કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને આગોતરા સાવ
આગાહી માવઠાની ચેતવણી : આંબાના પાકને બચાવવા ખેડૂતોને તાકીદ


મહેસાણા,19 જાન્યુઆરી (હિ.સ.) દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમાં આગામી 21 થી 25 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની તથા કેટલીક જગ્યાએ હળવા કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને આગોતરા સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.

આ સમયે આંબાના બાગોમાં મોર આવવાનો તબક્કો ચાલી રહ્યો છે, જે પાક માટે અત્યંત સંવેદનશીલ સમય ગણાય છે. વધુ ભેજ અને અચાનક વરસાદના કારણે મોર ખેરવાઈ જવાની શક્યતા રહે છે, પરિણામે ફળબંધાણમાં ઘટાડો થઈ શકે છે. સાથે સાથે ફૂગજન્ય રોગો જેમ કે પાઉડરી મિલ્ડ્યુ અને એન્થ્રાકનોઝનું પ્રમાણ વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી શકે છે.

કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે બાગોમાં પાણી ભરાવા ન દેવું, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી તેમજ જરૂર મુજબ ભલામણ કરેલ ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો. હવામાનની આગાહી પર સતત નજર રાખી સમયસર પગલાં લેવામાં આવે તો નુકસાન ઘટાડી શકાય છે.

ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સ્થાનિક કૃષિ અધિકારીઓના માર્ગદર્શન મુજબ કામગીરી કરે જેથી આંબાના પાકને શક્ય તેટલું સુરક્ષિત રાખી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande