

પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં આશરે 3,000થી વધુ મહિલાઓ જોડાઈ હતી. સંમેલનનો મુખ્ય હેતુ સામાજિક જાગૃતિ લાવવાનો અને અન્ય સમાજમાં લગ્ન કરનાર દીકરીઓને પુનઃ સ્વીકારવાનો રહ્યો.
આ સંમેલનમાં ‘પાઘડીની લાજ’ નામની નવી પહેલ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. આ અભિયાન હેઠળ અન્ય સમાજમાં પ્રેમલગ્ન કરી ગયેલી અને પરત આવવા ઈચ્છતી દીકરીઓને સમાજ તરફથી મદદ, માર્ગદર્શન અને સુરક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
નિર્ણય અનુસાર, આવી દીકરીઓને સમજાવીને ભૂલ માફ કરી પૂરા સન્માન સાથે સ્વીકારવામાં આવશે. આ પહેલ અંતર્ગત આવનારા સમયમાં વિવિધ વિસ્તારોમાં ‘મા-દીકરી સંમેલન’ યોજી સમગ્ર 84 કડવા પાટીદાર સમાજમાં આ ઝુંબેશને વિસ્તૃત કરવાની યોજના બનાવાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ