વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલાયો
પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કાચની કંપની સીલપેક બોટલો નંગ-3840, કિંમત રૂ. 6,82,800/-નો મુદ્દામાલ ઝડપાયો હતો જે બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દા
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલાયો.


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કાચની કંપની સીલપેક બોટલો નંગ-3840, કિંમત રૂ. 6,82,800/-નો મુદ્દામાલ ઝડપાયો હતો જે બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ઝડપાયેલ આરોપી નીલેષ હમીરભાઇ ઉર્ફે ભુપતભાઈ મુશાર વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.કાંબરીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આરોપીને વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.કાંબરીયા તથા એ.એસ. આઈ. રૂપલબેન લખધીર, હેડ કોન્સ. વિપુલભાઈ ઝાલા, પો.કોન્સ. નટવરભાઈ ઓડેદરા, કુતિયાણા પો.સ્ટે.ના હેડ કોન્સ. હરેશભાઈ વરુ તથા તથા રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. માલદેભાઈ મોઢવાડીયા રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande