રાણાવવમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા ફસાયેલ બાળકીનો જીવ રેલવે કર્મચારીએ બચાવ્યો
પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર થી રાજકોટ જતી ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન ખાતે ઉભી હતી અને ત્યારબાદ જ્યારે રવાના થઈ તે વખતે એક મહિલા અને એક બાળકી ટ્રેનમાંથી ઉતર્યા હતા જેમાં મહિલા ઉતરી ગઈ હતી પરંતુ બાળકી ફસાઈ ગઈ હતી. જેને રેલવેના કર્મચારીએ દ
રાણાવવમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા ફસાયેલ બાળકીનો જીવ રેલવે કર્મચારીએ બચાવ્યો.


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર થી રાજકોટ જતી ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન ખાતે ઉભી હતી અને ત્યારબાદ જ્યારે રવાના થઈ તે વખતે એક મહિલા અને એક બાળકી ટ્રેનમાંથી ઉતર્યા હતા જેમાં મહિલા ઉતરી ગઈ હતી પરંતુ બાળકી ફસાઈ ગઈ હતી. જેને રેલવેના કર્મચારીએ દોટ મૂકીને બચાવી હતી.

ભારતીય રેલવે હંમેશા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે કટિબદ્ધ રહી છે. રેલવે કર્મચારીઓ માત્ર ટ્રેનનું સંચાલન જ નથી કરતા, પરંતુ જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાની ફરજથી ઉપર ઉઠીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે. આવી જ એક હૃદયદ્રાવક અને શૌર્યપૂર્ણ ઘટના તારીખ 15મી ના રોજ પોરબંદરથી રાજકોટ તરફ જતી ટ્રેન પોતાના નિર્ધારિત સમય મુજબ રાણાવાવ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહી અને મુસાફરોની ચડવા-ઉતરવાની પ્રક્રિયા શરૂ થઈ. સામાન્ય રીતે રાણાવાવ સ્ટેશન પર ટ્રેનનો હોલ્ટ (રોકાણ) મર્યાદિત સમયનો હોય છે. આ દરમિયાન એક મહિલા અને તેમની સાથે રહેલી એક નાની બાળકી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ટ્રેનનો હોલ્ટ સમય પૂરો થતા ટ્રેને પ્રસ્થાન માટેની વ્હીસલ વગાડી અને ગતિ પકડી લીધી હતી. મહિલા સફળતાપૂર્વક પ્લેટફોર્મ પર ઉતરી ગયા હતા,, આ અફરાતફરીમાં બાળકી ટ્રેનના ડબ્બામાં જ રહી ગઈ હતી. પોતાની માતાને પ્લેટફોર્મ પર ઉતરેલી જોઈને ગભરાયેલી બાળકીએ ચાલુ ટ્રેને નીચે ઉતરવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. જેવી બાળકીએ ગતિમાં આવેલી ટ્રેનમાંથી ઉતરવા માટે પગ બહાર કાઢ્યો, તેનું સંતુલન બગડ્યું. ટ્રેનની ગતિ અને પ્લેટફોર્મ વચ્ચેના અંતરનો અંદાજ ન રહેતા બાળકી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જવાની અણી પર હતી. આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર હાજર મુસાફરો અને બાળકીની માતાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. એક ક્ષણ માટે એવું લાગ્યું કે હવે મોટી દુર્ઘટના સર્જાશે અને બાળકી ટ્રેનના પૈડાં નીચે આવી જશે.

આ કટોકટીના સમયે, રાણાવાવ રલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા પોરબંદર રેલવેના ડેપ્યુટી એસ.એસ. (સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ) કપિલ વર્મા ત્યાં હાજર હતા. તેઓ રાણાવાવ સ્ટેશન પર આર.જી.એસ.એમ. (રોડસાઈડ સ્ટેશન માસ્ટર) તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. એક જાગૃત અને સતર્ક રેલવે કર્મચારી તરીકે, તેમનું ધ્યાન આ ઘટના પર ગયું.

કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર કે પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર, કપિલ વર્મા ચિત્તાની ઝડપે દોડયા. જે સમયે બાળકી ટ્રેન સાથે ઢસડાઈ રહી હતી અને પ્લેટફોર્મ ગેપમાં પડવાની તૈયારીમાં હતી, તે જ સેકન્ડે વર્માએ બાળકીને પકડીને બહારની તરફ ખેંચી લીધી. તેમની આ વીજળીવેગી ગતિ અને મજબૂત પકડને કારણે બાળકી ટ્રેનની નીચે આવતા બચી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande