

પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ એમ.બી.એ. કોલેજમાં 42 વિદ્યાર્થીઓએ એડમીશન લીધા પછી તેમનું એનરોલમેન્ટ નહી થતા તેઓ પરીક્ષા આપી શકયા ન હતા ત્યારે વિદ્યાર્થી નેતા અને સામાજિક આગેવાનોની તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે કોલેજનું – જી.ટી.યુ.માં રજીસ્ટ્રેશન પણ થયુ નહી હોવાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે. તેથી તેના સાઇટ ઉપરના પુરાવા રજૂ કરીને આગેવાનોએ સંસ્થા સામે પગલા લેવા માંગ કરી હતી તો બીજી બાજુ છાત્રોના હીતમાં અને નેતાઓની દરમીયાનગીરીથી નિર્ણય લઇને આ કોલેજને જી.ટી.યુ. સાથે કામચલાઉ જોડાણ આપી દીધું છે.
જામનગરની કોલેજમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે બેઠકનું આયોજન થયુ હતું. તમામ ખર્ચ સંસ્થા ભોગવશે તેવી ટ્રસ્ટીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya