જામજોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવાના હસ્તે કોઠાવિરડી-વનાણા રોડનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોઠાવિરડીથી વનાણા રોડના અંદાજે રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થનારા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાના હસ્તે આ કામનો પ્રારંભ કરા
રોડ રસ્તાનું ખાતમુહૂર્ત


જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) :

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોઠાવિરડીથી વનાણા રોડના અંદાજે રૂ. 3 કરોડના ખર્ચે તૈયાર થનારા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લાલપુર-જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાના હસ્તે આ કામનો પ્રારંભ કરાવાયો હતો.

આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ચોમાસામાં આ માર્ગની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી.

ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. વરસાદના કારણે થયેલા ખાડાઓ અને ખરાબ રસ્તાથી પરેશાન વાહનચાલકો અને રાહદારીઓને હવે રાહત મળશે. આ માર્ગને સંપૂર્ણપણે સુધારી વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે સલામત બનાવવામાં આવશે.

આ માર્ગ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડે છે અને તેના પરથી દરરોજ હજારો વાહનચાલકો અવર-જવર કરે છે. તેથી, આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande