જામનગર જિલ્લાના કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર બે શખસો પંચમહાલમાંથી ઝડપાયા
જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર એલસીબીએ કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામેથી ઇકો કાર ચોરીના કેસમાં પંચમહાલના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી ઇકો કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામ
ઈકો કારની ચોરીના આરોપી


જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) :

જામનગર એલસીબીએ કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામેથી ઇકો કાર ચોરીના કેસમાં પંચમહાલના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી ઇકો કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન એલસીબી સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, મયુદિનભાઈ સૈયદ અને કિશોરભાઈ પરમારને જામનગર કમાન્ડ કંટ્રોલની મદદથી ચોક્કસ હકીકત મળી હતી. આ માહિતીના આધારે, પોલીસે જામનગર-કાલાવડ હાઈવે પર મોટી માટલી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી.

ત્યાંથી પસાર થતા જશવંતભાઈ ગુલાબભાઈ નાયક (ઉં.વ. 27) અને સમરૂભાઈ ચીમનભાઈ નાયક (ઉં.વ. 20) ને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને ખેત મજૂરી કરે છે અને મૂળ ગોધરા, પંચમહાલ જિલ્લાના થાણા ગરજણ ગામના પટેલ ફળિયાના રહેવાસી છે. જશવંતભાઈ હાલ મોટી ભગેડી ગામમાં જમનભાઈ કોટડીયા પટેલની વાડીમાં રહેતા હતા.

પોલીસે તેમની પાસેથી મારૂતિ કંપનીની ઇકો કાર (રજી. નં. જી.જે.10 ડી.એ.2023) જેની કિંમત રૂ. 1,00,000 છે, તથા બે મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 10,000 છે, મળી કુલ રૂ. 1,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી, એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતરે વધુ કાર્યવાહી માટે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande