પોરબંદર ખાતે સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન નૌકાયન પ્રવાસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ
પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્યના નેવલ NCC દ્વારા સાહસ અને શિસ્તના સમન્વય સમાન ''સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન 2026'' સી સેલિંગ એક્સપિડિશનનો પોરબંદર ખાતેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નેવલ ઓફિસર ઇનચાર્જ , ગુજરાત એ ફ્લેગ ઓફ
પોરબંદર ખાતે સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન નૌકાયન પ્રવાસ ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ.


પોરબંદર ખાતે સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન નૌકાયન પ્રવાસ ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ.


પોરબંદર ખાતે સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન નૌકાયન પ્રવાસ ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ.


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્યના નેવલ NCC દ્વારા સાહસ અને શિસ્તના સમન્વય સમાન 'સૌરાષ્ટ્ર સમુદ્ર અભિયાન 2026' સી સેલિંગ એક્સપિડિશનનો પોરબંદર ખાતેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નેવલ ઓફિસર ઇનચાર્જ , ગુજરાત એ ફ્લેગ ઓફ કરવા બદલ ખુશી વ્યક્ત કરી. તેમણે કેડેટ્સને સમજાવ્યું કે આ કોઈ સામાન્ય રૂટિન પ્રવૃત્તિ નથી, પરંતુ સહનશક્તિ, ટીમ વર્ક અને ચારિત્ર્ય નિર્માણનો એક માધ્યમ છે. સમુદ્ર સાથે ભારતના પ્રાચીન અને અતૂટ સંબંધોને યાદ કરતા તેમણે લોથલ અને ધોળાવીરા જેવી જગ્યાઓનો ઉલ્લેખ કરી ગુજરાતના સમૃદ્ધ દરિયાઈ વારસાનો પરિચય આપ્યો. તેમણે તાજેતરમાં પોરબંદરથી ઓમાન સુધીની INSV કોન્ડિન્યા ની મુસાફરીનો દાખલો આપી જણાવ્યું કે ટેકનોલોજી ભલે બદલાઈ હોય, પણ ભારત આજે પણ સમુદ્ર દ્વારા વિશ્વ સાથે જોડાયેલું છે.

તેમણે કેડેટ્સને શિસ્ત અને એકતાનો પાઠ ભણાવતા કહ્યું કે, જો સેલિંગ દરમિયાન દરેક સભ્ય એકસાથે હલેસા નહીં મારે અથવા પવનની દિશા મુજબ સાથે મળીને કામ નહીં કરે, તો નૌકા આગળ વધી શકશે નહીં. આ એવું જ્ઞાન છે જે કોઈ ક્લાસરૂમમાં શીખી શકાતું નથી. નેવીએ એનસીસી પર હંમેશા વિશ્વાસ મૂક્યો છે, જેનો મુખ્ય હેતુ કેડેટ્સમાં જવાબદારી, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને શિસ્તના ગુણો કેળવવાનો છે. સ્વામી વિવેકાનંદના શબ્દોને ટાંકીને તેમણે યુવાનોને નિર્ભય બની પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.

આ અભિયાનમાં સામેલ 75 કેડેટ્સ માંથી 30 મહિલા કેડેટ્સ ની ભાગીદારીની તેમણે ખાસ નોંધ લીધી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે આજે ભારતીય સેનાના તમામ વિભાગોમાં મહિલાઓ ઓફિસર અને અગ્નિવીર તરીકે જોડાઈ રહી છે. સમુદ્ર ક્યારેય સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદભાવ કરતો નથી; તે માત્ર કૌશલ્ય અને હિંમત જુએ છે. અંતમાં, કેડેટ્સને નેવલ એવિએશન અને યુદ્ધ જહાજોની મુલાકાતથી મળેલા અનુભવોને જીવનમાં ઉતારવા અને એક શ્રેષ્ઠ નાગરિક બનવા માટેની શુભેચ્છાઓ આપીને તેમણે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું.

કેમ્પ કમાન્ડન્ટ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં 12,000 થી વધુ વિદ્યાર્થીઓ નેવલ NCC સાથે જોડાયેલા છે અને પોરબંદર યુનિટના અનેક કેડેટ્સ ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશસેવા કરી રહ્યા છે.

આ પ્રસંગે નેવલ ઓફિસર ઇનચાર્જ, (ગુજરાત), બ્રિગેડિયર પી. શશિ (ગ્રુપ કમાન્ડર, NCC Group Headquarters જામનગર) અને કોસ્ટ ગાર્ડના ડી.આઈ.જી. પંકજ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લીલી ઝંડી બતાવી કેડેટ્સને પ્રસ્થાન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 4 ગુજરાત નેવલ યુનિટ NCC પોરબંદર દ્વારા આયોજિત આ વિશેષ અભિયાનમાં કુલ 75 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં 45 બોયઝ અને 30 ગર્લ કેડેટ્સનો સમાવેશ થાય છે. આ સાહસિક અભિયાન દરમિયાન કેડેટ્સ દરિયાઈ માર્ગે અંદાજે 220 કિલોમીટર જેટલું અંતર કાપશે. 6 દિવસ સુધી ચાલનારા આ અભિયાનનું સમાપન 25 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વના દિવસે દીવ ખાતે ફ્લેગ-ઈન સેરેમની સાથે કરવામાં આવશે.

આ અભિયાન માત્ર તાલીમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સામાજિક જાગૃતિનો સંદેશ ફેલાવવાનું માધ્યમ પણ બનશે. કેડેટ્સ દરિયાકાંઠાના વિવિધ ગામોમાં જઈને 'બેટી બચાવો, બેટી પઢાવો', નશામુક્તિ અને પર્યાવરણ જાળવણી જેવા વિષયો પર જનજાગૃતિ લાવશે. આ ઉપરાંત, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો દ્વારા તેઓ સામાજિક જવાબદારી પણ નિભાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande