પોરબંદર વનવિભાગ દ્વારા કૂવામાં પડેલ દીપડાનું રેસ્ક્યુ કરાયું
પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના ઘેડ પંથકના રાતીયા ગામે વાડીવિસ્તારમાં આવેલ એક કુવામાં કોઈ કારણોસર દીપડાનું બચ્ચુ પડી જતા વનવિભાગની ટીમે તેને સફળ રેસ્ક્યુ કરીને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરુ પાડયુ હતુ. પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે રહેત
પોરબંદર વનવિભાગ દ્વારા કૂવામાં પડેલ દીપડાનું રેસ્ક્યુ કરાયું.


પોરબંદર વનવિભાગ દ્વારા કૂવામાં પડેલ દીપડાનું રેસ્ક્યુ કરાયું.


પોરબંદર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના ઘેડ પંથકના રાતીયા ગામે વાડીવિસ્તારમાં આવેલ એક કુવામાં કોઈ કારણોસર દીપડાનું બચ્ચુ પડી જતા વનવિભાગની ટીમે તેને સફળ રેસ્ક્યુ કરીને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરુ પાડયુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાતીયા ગામે રહેતા કારાભાઈ ભીમાભાઈ રાતીયાની વાડીમાં આવેલ કુવામાં દીપડાનું બચ્ચું અચાનક પડી ગયું હતું. કુવો ઊંડો હોવાને કારણે દીપડાનું બચ્ચું બહાર આવી શકતું નહોતું અને કલાકો સુધી તે અંદર જ ફસાઈ રહ્યું હતું. કુવામાંથી આવતી અવાજો અને હલચલને પગલે વાડી માલિક કારાભાઈ રાતીયાને અંદાજ આવ્યો કે કોઈ વન્ય પ્રાણી મુશ્કેલીમાં છે.તેમણે તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોઈપણ વિલંબ કર્યા વિના પોરબંદર વન વિભાગને જાણ કરી હતી. વાડી માલિકની સમયસૂચક સમજદારી અને સંવેદનશીલતા કારણે એક કિંમતી વન્યજીવના પ્રાણ બચાવવાની તક શક્ય બની હતી.

વન વિભાગને માહિતી મળતાની સાથે જ પોરબંદર વન વિભાગની ડિવિઝન ટીમ સજ્જતા સાથે ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સૌપ્રથમ આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવી, સ્થાનિક લોકોને દૂર રાખી જરૂરી સાવચેતીના પગલાં લીધા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. કુવો ઊંડો અને સંકુચિત હોવાથી રેસ્ક્યુ કામગીરી સરળ નહોતી. તેમ છતાં વન વિભાગના અનુભવી કર્મચારીઓએ સંપૂર્ણ આયોજન સાથે કુવાની અંદર પાંજરું ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. લાંબા સમયથી કુવામાં ફસાયેલું દીપડાનું બચ્ચું ભયભીત અને થાકેલું જણાતું હતું, પરંતુ વન વિભાગની ટીમે ધીરજ અને કુશળતાથી કામગીરી આગળ ધપાવી હતી.કેટલાક સમયની મહેનત બાદ પાંજરું સફળતાપૂર્વક કુવાની અંદર ઉતારવામાં આવ્યું અને દીપડાનું બચ્ચું પોતે જ પાંજરામાં પ્રવેશી ગયું હતું. ત્યારબાદ પાંજરાને સાવધાનીપૂર્વક ઉપર ખેંચવામાં આવ્યું અને દીપડાનું બચ્ચું સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સમગ્ર રેસ્ક્યુ કામગીરી દરમિયાન વન વિભાગની ટીમે માનવતા, પ્રાણી કલ્યાણ અને વ્યવસાયિક કુશળતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

દીપડાનું બચ્ચું બહાર આવતાની સાથે જ વન વિભાગ દ્વારા તેની તાત્કાલિક તબીબી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બચ્ચું કોઈ ગંભીર ઇજાગ્રસ્ત નહોતું, માત્ર થોડું થાકેલું અને ડરેલું હતું. જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ દીપડાના બચ્ચાને સુરક્ષિત સ્થળે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande