


અંબાજી, 19 જાન્યુઆરી (હિ.સ.) : અધિવકતા પરિષદ સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્રીય સ્વયં
સેવક સંઘના નેજા હેઠળ કાર્ય કરતું વકીલનું સંગઠન છે. તાજેતરમાંતા.૧૭ અને ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના
રોજ વનરાજી રિસોર્ટ અંબાજી ખાતે અધિવકતા પરિષદનો સાતમો બે દિવસીય અભ્યાસવર્ગ અને સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિત્તે યુવા દિવસની
ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાંથી આશરે
૨૦૦ થી ૨૫૦ જેટલા અધિવક્તા વકીલોએ ભાગ લીધેલો હતો. જેમાં કાયદાના જુદા જુદા
વિષયો પર અભ્યાસ અને વક્તવ્યો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે હર ગંગેશ્વર મહાદેવ
મંદિર હાથીદારાના મહંત ૧૦૦૮ પરમ પૂજ્ય સંત દયાલપુરી બાપુના આશીર્વચન થકી
અભ્યાસ્વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં અધિવક્તા પરિષદ ગુજરાત પ્રાંતના
ઉપાધ્યક્ષ ધીરજભાઈ
ધારાણી, પ્રાંત
મહામંત્રી હર્ષેશભાઈ કક્કડ, બનાસકાંઠા જિલ્લાનાપ્રમુખ ઉદયભાઇ આચાર્ય તેમજ અન્ય
મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. વધુમાં બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ
આચાર્ય, મંત્રી
ધર્મેન્દ્રભાઈ સોનગરા, ખજાનચીશ્રી નરેશભાઈ ચોરસીયા, પાલનપુર તાલુકા પ્રમુખપ્રકાશભાઈ ધારવા, સહમંત્રી સિદ્ધાર્થભાઈ ઓઝા, મહિલા અધિવકતા પ્રમુખ બેલાબેન
સોની, લલિતભાઈ
યોગી, અરૂણભાઇ
પરમાર તેમજતથા અન્ય અધિવકતા સભ્યઓની સાથે
સમગ્ર ઉત્તર ગુજરાત માંથી સિનિયર અને જુનિયર અધિવકતાઓએ આ અભ્યાસવર્ગમાં પ્રશિક્ષણ
લીધુ હતુ.
આ પ્રસંગે નવનિયુકતમાં બનાસકાંઠા
જિલ્લા પ્રમુખ તરીકેભરતસિંહ સોલંકી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રેશભાઇ ભટ્ટ, પાટણ જિલ્લા પ્રમુખ તરીકે વી.ડી.ઝાલા, પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે તેજમલજી પરમાર, ડીસા તાલુકા પ્રમુખમોડનજી ઠાકોર, દાંતા તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ
બારડ, વડગામ
તાલુકા પ્રમુખ અતુલભાઈ જોશી, રાધનપુર તાલુકા પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર, પાટણ તાલુકા પ્રમુખ મેહુલભાઈ વાઘેલા
અને સરસ્વતી તાલુકા પ્રમુખ દિનેશભાઈ પરમાર ની વરણી કરવામાં આવી હતી. આ
અભ્યાસવર્ગમાં કાયદા શિક્ષણ, વકીલઓનું ભારતભૂમિ માટે યોગદાન, આઝાદ ભારત માટે વકીલોનું યોગદાન, શહીદો અને મહાપુરુષોનું બલિદાન જેવા અનેક
વિષયો પર પ્રશિક્ષણ, વક્તવ્ય અને મુક્ત ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ