
સોમનાથ,20 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ જીલ્લામાં ગાંજા/ચરસ/ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી/વેચાણ અંગે બાજ નજર રાખી નશીલા પદાર્થોની બદી સદંતર નાબુદ કરવા,એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કેસો શોધા કાઢવા 19 જાન્યુઆરીના રોજ પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.આર.ગૌસ્વામી તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા નાઓ તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમિયાન એ.એસ.આઈ. દેવદાન માણંદભાઇ તથા પો.હેડ.કોન્સ. વિપુલ અમૃતભાઇ તથા પો.કોન્સ. કૈલાસસિંહ જેસાભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલ બાતમી હકીકત આધારે પ્ર.પાટણ ત્રીવેણીરોડ પ્રજાપતિ ધર્મશાળા સામે સમશાન ઘાટ જતા રસ્તા ઉપરથી નીચે જણાવેલ આરોપીને માદક પદાર્થ ચરસના જથ્થા સાથે પકડી પાડી પ્ર.પાટણ પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૦(૨)(સી), ૨૯ મુજબ ગુનો રજી.કરવામાં આવેલ છે.- કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) ગેરકાયદેસર માદક પદાર્થ ચરસ(HASHISH) નો જથ્થો નેટ વજન-૧૪૮૭ ગ્રામ કિ.રૂા.૩,૭૧,૭૫૦/-
(૨) એક ખાખી કલરની પ્લાસ્ટીકની ખાલી કોથળી જેનું વજન ૦.૦૧૭ ગ્રામ જેની કિ.રૂ.૦૦/-
(૩) એક નોકીયા કંપનીનો સાદો કીપેડ વાળો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-
(૪) એક બ્લુ કલરનો ખાલી થેલો નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/-
કુલ કિ.રૂ.- ૩,૭૨,૩૫૦/-
આ કામના આરોપી પોતાનો આર્થિક ફાયદો મેળવવા માદક પદાર્થ ચરસનો વિપુલ પ્રમાણમાં જથ્થાની હેરાફેરી તથા વેચાણ કરવાની એમ.ઓ.ધરાવે છે.
> આરોપીઓના નામ-સરનામા:-
(૧) માનસિંહ સૈની ઉર્ફે રાજુ સમરુસિંહ સૈની ઉ.વ.૫૩ ધંધો. મજુરી રહે.બી-૨૯ હરદેવ નગર કોલોની ગોલાબડ ગામ, પો.સ્ટ.-કિશનપુરા મેરઠ જી.મેરઠ ઉતરપ્રદેશ
(૨) બબલુ નામના માણસ રહે.દિલ્હી લક્ષ્મીનગર (પકડવાનો બાકી)
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ