ઉમરેઠી ગામે સેવાસેતુમાં 881 પ્રશ્નોનો નિકાલ કરાયો, વહિવટી કામો માટેલોકોને અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂરિયાત ટળી હતી
ઉમરેઠી ગામે સેવાસેતુમાં 881 પ્રશ્નોનો નિકાલ
ઉમરેઠી ગામે સેવાસેતુમાં 881 પ્રશ્નોનો નિકાલ કરાયો, વહિવટી કામો માટેલોકોને અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂરિયાત ટળી હતી


ગીર સોમનાથ, 20 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામે તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 881 અરજદારોના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. મોટી સંખ્યામાં લોકો સરકારી કામો અને પ્રશ્નોના નિરાકરણ માટે ઉપસ્થિત રહ્યા હતા.

તાલાલા મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમા, મામલતદાર (સુપર) સિંધવ, તાલુકા પંચાયતનાતાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંધિયા અને સર્કલ ઓફિસર એ.જે. અકબરી સહિત હાજર રહ્યા હતા. તેમણે અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો અને એક પણ અરજી પેન્ડિંગ રહી નહોતી. આ સેવા સેતુ કાર્યક્રમથી તાલાલા પંથકના લોકોને સરકારી વહીવટી કામો માટે અલગ અલગ કચેરીઓમાં જવાની જરૂરિયાત ટળી છે. એક જ સ્થળેથી સરકારના સંબંધિત તમામ વિભાગોના કામો સરળતાથી પૂર્ણ થતા લોકોને ઘણી રાહત મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande