
ગીર સોમનાથ, 20 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૮મા પદવીદાન સમારોહમાં સહભાગી થવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોમનાથ ખાતે આવી પહોંચતા ત્રિવેણી હેલિપેડ ખાતે, તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલના સ્વાગત સત્કાર વેળાએ, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ