કોડીનારના સિંધાજના સ્મશાનમા, વિવિધ કામો પૂર્ણ નિવૃત શિક્ષકના સેવાકાર્યને લોકોએ બિરદાવ્યું હતું
કોડીનારના સિંધાજના સ્મશાનમા વિવિધ કામો
કોડીનારના સિંધાજના સ્મશાનમા, વિવિધ કામો પૂર્ણ નિવૃત શિક્ષકના સેવાકાર્યને લોકોએ બિરદાવ્યું હતું


ગીર સોમનાથ 20 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ કોડીનાર તાલુકાના સીધાજ ગામે સ્મશાન ગૃહમાં અનેક સુવિધા ગામના એક વ્યક્તી દ્વારા ઉભી કરવામાં આવી છે.

કોડીનાર તાબાનાસ્મશાન ગૃહ માં સીધાજ ગામના માધ્યમિક શાળાના નિવૃત શિક્ષક સુરસિંહ ભાઈ રાઠોડ દ્વારા ભગવાન શિવની મૂર્તિ મૂકી પ્રતિષ્ઠા કરી, ગામના દરેક લોકો માટે ભોજન પ્રસાદી તેમજ પીવાના પાણી ના સ્ટેન્ડગ્રાઉન્ડ માં, પેવર બ્લોક બેસવા માટે પાટલી ઓ તેમજ રોડ તથા બળતણ માટે નો સેડ સ્મશાન છાપરી પાણીના બોર જેવી અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

નોંધનીય બાબત એ છે કે, ગામના મેરૂ ભાઈ મોરી છેલ્લા 15 વર્ષ થી અવિરત સ્મશાન મા લોકોને માટે પીવાનું પાણી ભરી આપવું તથા સફાઈ કરવાની કામગીરી નિભાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande