ખેડૂતોએ કાપણી કરેલ પાકને ઢાંકીને સુરક્ષિત રાખવા,કમોસમી વરસાદથી પાક બચાવ માટે માર્ગદર્શક સૂચનાઓ
રાજકોટ,20 જાન્યુઆરી (હિ.સ.) હવામાન ખાતાની આગાહી અનુસાર જિલ્લામાં 21 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવા કમોસમી વરસાદની શક્યતા છે. જેના કારણે હાલ જીરું, ધાણા, મરચા અને આંબા જેવા પાકોમાં ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં
ખેડૂતોએ કાપણી કરેલ પાકને ઢાંકીને સુરક્ષિત રાખવા,કમોસમી વરસાદથી પાક બચાવ માટે માર્ગદર્શક સૂચનાઓ


રાજકોટ,20 જાન્યુઆરી (હિ.સ.) હવામાન ખાતાની આગાહી અનુસાર જિલ્લામાં 21 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવા કમોસમી વરસાદની શક્યતા છે. જેના કારણે હાલ જીરું, ધાણા, મરચા અને આંબા જેવા પાકોમાં ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં રોગચાળો વધવાની શક્યતા છે. ખાસ કરીને આંબામાં મોર આવવાનો અને મસાલા પાકોમાં ફાલ-ફલની પ્રક્રિયાનો સમય અત્યંત સંવેદનશીલ હોવાથી વધુ ભેજને કારણે રોગચાળો વધી શકે છે.

કમોસમી વરસાદથી વાતાવરણમાં ભેજ વધતા જીરું અને ધાણામાં ચરમી (કાળી જીરી) તથા ભૂકી છારો જેવા રોગો ઝડપથી ફેલાવવાની શક્યતા રહે છે. આંબાના પાકમાં મોર લાંબો સમય ભીનો રહેવાથી ફૂલ અને નાની કણી ઝડી જવી તેમજ કાળવણ જેવા ફૂગજન્ય રોગો થવાથી કેરીના બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

આવા સંજોગોમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે વરસાદ આવવાના પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ 24 કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. દવા સાથે સ્ટિકર ભેળવવાથી તેની અસરકારકતા વધુ સારી મળે છે અને વરસાદી માહોલમાં પાકને રક્ષણ મળે છે.વરસાદની આગાહી દરમિયાન ફળ, શાકભાજી ઉતારવા નહીં, કાપણી કરેલ પાકને સલામત રીતે ઢાંકીને રાખવા તેમજ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડી ન રહે તેની કાળજી લેવી.

ખેતરમાં અને વાડીઓમાં યોગ્ય પાણી નિકાલ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે, જેથી મૂળમાં સડો ન લાગે. બપોરની ગરમીમાં છંટકાવ ટાળવો અને વરસાદની આગાહી મુજબ ખેતીકાર્યોનું આયોજન કરવું. સમયસર યોગ્ય સાવચેતી રાખવાથી કમોસમી વરસાદથી થતું નુકસાન અટકાવી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande