હવે વટવા તળાવમાં મેગા ડિમોલિશન શરૂ,430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે
અમદાવાદ,20 જાન્યુઆરી (હિ.સ.) ચંડોળા ,ઇસનપુર અને હવે આજે વટવા તળાવમાં મેગા ડિમોલિશન શરૂ,430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે. 4 ઝોનમાં 8 ટીમ કામગીરી કરી રહી છે. આજે બપોર સુધીમાં ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પ
હવે વટવા તળાવમાં મેગા ડિમોલિશન શરૂ,430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે


અમદાવાદ,20 જાન્યુઆરી (હિ.સ.) ચંડોળા ,ઇસનપુર અને હવે આજે વટવા તળાવમાં મેગા ડિમોલિશન શરૂ,430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે. 4 ઝોનમાં 8 ટીમ કામગીરી કરી રહી છે. આજે બપોર સુધીમાં ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે.

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.નૈયા મયંક સીઝનેબલ સ્ટોર પાસે આવેલા દબાણોને તોડવામાં આવી રહ્યા છે.

આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન અને 5 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.ડિમોલિશન કામગીરી જોવા માટે સ્થાનિકો ભેગા થયા છે, જેથી તમામને ઘરમાં રહેવા માટે જણાવાયું છે.ગેરકાયદેસર બાંધકામોની સાથે તળાવની બાજુમાં આવેલા ટીપી રોડને ખોલવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે.

તળાવની બાજુમાંથી 18 અને 24 મીટરના રોડ પસાર થાય છે જે હાલમાં હયાત 8 મીટર જેટલા છે. જેથી રોડ ઉપર આવેલા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે.

ધાર્મિક સ્થાન સિવાયના રહેણાંક પ્રકારના નાના-મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર અને રીદ્ધેશ રાવલ તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ વાંદરવટ તળાવ ખાતે હાલ હાજર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર યતિન્દ્ર નાયકે ડિમોલિશન અંગે માહિતી આપી વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 10 હિટાચી અને 5 JCB દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટર લિંકિગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

વાંદરવટ તળાવના ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ફિરદૌસ મસ્જીદ સહિતના બે ધાર્મિક સ્થાન સિવાય ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.આ વિસ્તારમાં રહેતા લોકોના મકાનો ખાલી કરાવી દેવાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande