લશ્કરી દળોમાં ભરતીની 30 દિવસની નિવાસી તાલીમ માટે યુવાનો પાસેથી અરજીઓ મંગાવાઈ
રાજકોટ,20 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો તથા પેરા મિલિટરી ફોર્સિસમાં ભરતી થઈને દેશસેવા કરી શકે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ’ યોજના અમલમાં મુકવામાં આવી છે. ર
લશ્કરી દળોમાં ભરતીની 30 દિવસની નિવાસી તાલીમ માટે યુવાનો પાસેથી અરજીઓ મંગાવાઈ


રાજકોટ,20 જાન્યુઆરી (હિ.સ.) રાજ્યના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો તથા પેરા મિલિટરી ફોર્સિસમાં ભરતી થઈને દેશસેવા કરી શકે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ’ યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી દ્વારા 30 દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમ માટે યુવાનો પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે.

જેમાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટ જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવારોએ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ખાતે શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, એલ.સી., જાતિનો દાખલો, બેન્ક પાસબુક, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો-2 સાથે 23 જાન્યુઆરી સુધીમાં સ્વખર્ચે સંમતિ આપી જવાની રહેશે. ઉમેદવાર 45 ટકા સાથે ધો.10 પાસ અથવા 50 ટકા સાથે ધો.12 પાસ (કોઈપણ પ્રવાહ) હોવા જોઈએ. ઉંમર 17.5 થી 21 વર્ષ વચ્ચે હોવી જોઈએ. શારીરિક યોગ્યતા ઊંચાઈ 165 સે.મી. કે તેથી વધુ, વજન 50 કિલો કે તેથી વધુ, છાતી ફુલાવ્યા વગર 77 સે.મી. તથા ફુલાવ્યા બાદ 82 સે.મી. હોવી જોઈએ.

તાલીમ દરમિયાન શારીરિક યોગ્યતા માટે ઊંચાઈ, વજન, છાતી, શારીરિક કસોટીઓ જેવી કે, દોડ, લાંબો કૂદકો, પુલઅપ્સ વગેરે લશ્કરી ભરતીને અનુરૂપ પ્રશિક્ષણ આપવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલા યુવાનો આ તાલીમમાં જોડાઈ શકશે નહીં,

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande