
ગીર સોમનાથ, 4 જાન્યુઆરી (હિ.સ.) : શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાં જ કેલેન્ડરમાં દર્શાવેલ ઋતુ વાંચ્યા વગર જ અને જીપીએસ ટેકનોલોજીના અદ્યતન કંપાસ વગર હજારો માઈલોનો પ્રવાસ ખેડીને કલબલ કલબલ કરતા કરાં... કરાં... કરતા વિદેશી પક્ષીઓને ઝૂંડ સોમનાથ ત્રિવેણી સંગમના મહેમાન બન્યા છે.
મોંઘેરા એ મહેમાનો ત્યારે કે જળ સપાટી ઉપર તરતા ક્યારેક આકાશ ઉડતા તો ક્યારેક ત્રિવેણીઘાટ ઉપર યાત્રિકો-પ્રવાસીઓ વચ્ચે જતાં આ વિદેશી પક્ષીઓ સોમનાથ તીર્થ પ્રવાસીઓમાં આકર્ષણ રૂપ બન્યા છે. યાત્રિકો આ પક્ષીઓ સાથે કે તેના નયનરમ્ય દ્રશ્યોને પોતાના મોબાઈલોમાં કલીક કરી યાત્રા સંભારણું સુખદ બનાવે છે.
પેલીકન, ફલેમીંગો, જલમંજરે બેન્ડ સ્ટોક, કુંજ સહિતના યાયાવર પક્ષીઓના કલબલાટથી સહેલાણીઓ ખુશ નયન રમ્યો દ્રશ્યોને મોબાઈલ કેમેરામા કેદ કરવા ઉત્સાહ આ પક્ષીઓ જયારે નદીની સપાટી ઉપર એક સાથે બેસી જાય છે. ત્યારે પક્ષીઓની ચાદર નદી ઉપર સર્જાઈ જાય છે. વહેલી સવારનું દ્રશ્ય તો એટલું રમણીય છે કે 'પંખીઓએ કલશોર કર્યો ભાઈ. ધરતીને સૂરજ ચૂમ્યો' પ્રભાતી કાવ્ય છવહતું. બને છે. 'સીંગલ' સહિતના આ પક્ષીઓ સાયબેરિયા, ઓસ્ટ્રેલીયા સહિતના ઠંડા પ્રદેશથી ઠંડી શિરૂઆત થતાં સોમનાથનો ત્રિવેણી સંગમ દરિયા કિનારે આવી પહોચે છે. ઠંડા પ્રદેશમાં વધુ પડતી ઠંડીને કારણે તળાવો અને નદીઓમાં બરફ જામી જાય છે. તેથી જે પ્રદેશમાં ઓછી ઠંડી પડે તેવા પ્રદેશમાં ઠંડીની મોસમ પુરી થાય ત્યાં સુધી જ રોકાય છે. અને સાથે તેમના બચ્ચાઓને જ ઉછેર કરે છે અને ઠંડી પુરી થયા બાદ ફરી પાછા પોતાના દેશ જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ