ડાભેલની ગાર્ડી હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, 108 લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું
નવસારી, 04 જાન્યુઆરી (હિ.સ.): ડાભેલ ખાતે ગાર્ડી હોસ્પિટલ દ્વારા એક મહત્વપૂર્ણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 108 સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવ
Navsari


નવસારી, 04 જાન્યુઆરી (હિ.સ.): ડાભેલ ખાતે ગાર્ડી હોસ્પિટલ દ્વારા એક મહત્વપૂર્ણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 108 સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને તેના માનવતાવાદી મહત્ત્વથી અવગત કરાવવાનો હતો.

શિબિર દરમિયાન હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા રક્તદાનના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી. રક્તદાનથી ગંભીર દર્દીઓના જીવન બચાવી શકાય છે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. તમામ રક્તદાતાઓ માટે જરૂરી તબીબી તપાસ અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ રક્તદાન શિબિરને સ્થાનિક લોકોનો સારોયો સહયોગ મળ્યો હતો અને આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande