
જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના વોર્ડ નંબર બે ના મોમાઈનગર મેઇન રોડ પર નાખેલી પાણી ની પાઇપ લાઇનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે શહેર યુવક કોંગ્રેસ દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
શહેરના વોર્ડ નંબર બે માં આવેલા મોમાઈનગર મેઇન રોડ પર હાલ સી સી રોડનું કામ ચાલુ છે, જે રોડ ના ખોદાણ કામ વખતે રોડ ની વચ્ચે પાણી ની ડીઆઇ પાઇપ લાઈન નાખવામા આવી છે, આ લાઈન આશરે 6 થી 8 મહિના પહેલા નાખેલી છે, તેમ જાણવા મળેલ છે .આ લાઇન નાખવાના નિયમ અનુસાર આ પાણીની લાઈન જમીનથી આશરે ત્રણ ફૂટ નીચે હોવી જોઈએ ,પરંતુ આ લાઇન જમીન થી માત્ર એક ફૂટ ઉંડી રાખેલી છે. હાલ સીસી રોડનું કામ ચાલુ હોય આ લાઈન માત્ર એક ફૂટ ઊંડી નાખેલી છે. જે સ્પષ્ટ જોવા મળે છે. આ પાણીની લાઈનના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચાર થયેલ છે.
આથી તાત્કાલિક ધોરણે આ પાણીની લાઈનનું સર્વે કરી નિયમ અનુસાર કામ કરાવવામાં આવે તથા જે કોન્ટ્રાક્ટરે આ કામ કરી અને ભ્રષ્ટાચાર કરેલ છે, તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરી એની સાથે જોડાયેલા જે તે અધિકારીઓ પર પણ કડક માં કડક પગલાં લેવામાં આવે.
જો આ કોન્ટ્રાક્ટર અને તેમાં સંડોવાયેલા અધિકારીઓને છાવરવામાં આવશે, તો ના છૂટકે કમિશનર કચેરીમાં આંદોલન કરવામાં આવશે, તેવી યુવક કોંગ્રેસ જામનગર શહેરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ ચીમકી પણ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt