શેષપુર ગામે આંગણવાડી કેન્દ્રની જિલ્લા કલેક્ટર કચેરી અધિકારી દ્વારા મુલાકાત
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ શેષપુર ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધાયેલા બાળકોની સંખ્યા, ઉંમર મુજબની વિગતો તેમજ તેમના
શેષપુર ગામે આંગણવાડી કેન્દ્રની જિલ્લા કલેક્ટર કચેરી અધિકારી દ્વારા મુલાકાત


મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ શેષપુર ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કેન્દ્રની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધાયેલા બાળકોની સંખ્યા, ઉંમર મુજબની વિગતો તેમજ તેમના આરોગ્ય અને પોષણ સંબંધિત માહિતી મેળવી હતી. બાળકોને નિયમિત રીતે પોષણ આહાર મળી રહ્યો છે કે નહીં, તેમજ સરકારની મહિલા અને બાળ વિકાસ સંબંધિત યોજનાઓ યોગ્ય રીતે અમલમાં મુકાઈ રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી.

અધિકારીએ બાળકોની હાજરી, વૃદ્ધિ મોનીટરીંગ, પોષણ આહાર વિતરણ અને આરોગ્ય તપાસ સંબંધિત રેકર્ડની ચકાસણી કરી હતી. સાથે સાથે ગર્ભવતી અને ધાત્રી માતાઓને આપવામાં આવતી સેવાઓ અંગે પણ માહિતી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા, પીવાનું પાણી, બાળકો માટેની બેસવાની વ્યવસ્થા અને અન્ય મૂળભૂત સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાતના અંતે જિલ્લા કલેક્ટર કચેરી અધિકારીએ આંગણવાડી કાર્યકરને જરૂરી સૂચનાઓ આપી હતી. બાળકોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા, રેકર્ડ સમયસર અપડેટ રાખવા તેમજ પોષણ અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. આ મુલાકાતથી આંગણવાડી કેન્દ્રની કામગીરી વધુ મજબૂત બનશે અને બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande