
ગીર સોમનાથ, 4 જાન્યુઆરી (હિ.સ.) : સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામના સપૂત વીર જવાન જાદવ અલ્પેશસિંહ એ CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા સમગ્ર ગામ તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ગૌરવપૂર્ણ અવસરે ગ્રામજનોએ તથા સામાજિક-રાજકીય આગેવાનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને તેમના સન્માનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાઝાલા મહાબળ બાપાના સાનિધ્યમાં પ્રશ્નાવડા ગામ સુધી ઢોલ-નગારા સાથે રેલી યોજાઈ હતી. ગામમાં આનંદ, ગર્વ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અલ્પેશસિંહની આ સિદ્ધિ ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.મા ભવાની મંદિર ખાતે ભવ્ય સ્વાગત કાર્યકમ રાખવામાં આવ્યો હતો તેમાં પણ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ