રોણાજ પ્રાથમિક શાળામાં “આજનું રક્ષણ કરો, આવતીકાલને સુરક્ષિત કરો” વિષય પર વર્કશોપ યોજાયો.
ગીર સોમનાથ 4 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનારના સયુંકત ઉપક્રમે રોનાજ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં નાના નાના ભૂલકાઓને પર્યાવરણ નું મહત્વ અને અને કાળજી
રોણાજ પ્રાથમિક શાળામાં


ગીર સોમનાથ 4 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનારના સયુંકત ઉપક્રમે રોનાજ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં નાના નાના ભૂલકાઓને પર્યાવરણ નું મહત્વ અને અને કાળજી ની ઝાખી પ્રસ્તુત કરાઈ. તેમજ આજે આપણે જે કુદરત, સંસાધનો અને પર્યાવરણનું રક્ષણ કરીશું, તો જ આવતીકાલ એટલે કે ભવિષ્ય પેઢી માટે સુરક્ષિત અને સુખમય બની શકશે.તેમજ વનકર્મી સુનીતાબેન સોલંકી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી જેના દ્વારા પ્લાસ્ટિક મુક્ત અને વેસ્ટ પ્લાસ્ટીકનો રી યુઝ કેવી રીતે કરવો ,અને તેને સ્ટોર કરવાની વિવિધ રીતો ની ઝાખી પ્રસ્તુત કરી.તેમજ ઇકો બ્રિક સિસ્ટમ વિશે બાળકોને વિસ્તારથી સમજાવ્યું.તેમજ નકામી બોટલો અને વેસ્ટ પ્લાસ્ટિક માં વિવિધ પર પ્લાન્ટેશન વિશે સમજ આપી. આતકે પીએલવી પ્રકાશ મકવાણા તેમજ વનકમી સુનીતાબેન સોલંકી , સરપંચ રાવળીયાભાઈ અને શિક્ષકગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande