
જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરની ખાણ ખનીજ વિભાગની ટુકડીએ ધ્રોળ પંથકમાં દરોડો પાડયો હતો, અને સોયલ ગામમાંથી સાદી માટી (ખનીજ)ની બિનઅધિકૃત રીતે ચોરી કરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એક જેસીબી અને પાંચ ટ્રેક્ટર વગેરે વાહનો સીઝ કરી લેવામાં આવ્યા છે.
ધ્રોલ તાલુકાના સોયલ ગામ ખાતે અવાર નવાર સાદિમાટી ખનીજ ના બિનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી તેઓની તપાસ ટીમ દ્વારા તા.03.01.2026ના રોજ આકસ્મિક રીતે તપાસ કરતાં ૧ જે. સી.બી અને ૦૫ ટ્રેક્ટર દ્રારા સરકારની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું હતું
આથી ખાણ ખનીજ વિભાગ ની ટિમ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને મૂળાભાઇ હાદાભાઈ ઝાપડા ની માલિકી નું જી.જે.12 સી.એમ.5163 નંબર નું જે.સી.બી. મશીન, તેમજ આમીર હુસૈન ચાવડા ની માલિકીનું જી.જે.-6 પી.એચ. 3214 નંબરનું ટ્રેકટર, નારણભાઈ ગોવિંદભાઈ ઝાપડાની માલિકીનું જી.જે.10 ડી.એ. 8812 નંબરનું ટ્રેકટર, ભુરાભાઈ વીરાભાઇ ઝાપડાની માલિકી નું જી.જે.10 ડી.એન. 2808 નંબરનું ટ્રેકટર, હાદાભાઈ હરજીભાઈ ઝાપડા ની માલિકીનું જી.જે. 10 ડી.એ. 9476 નંબરનું ટ્રેકટર, અને જાવેદભાઈ લતીફભાઈ ચારેણાની માલિકીનું નંબર પ્લેટ વગરનું ટ્રેકટર વગેરે સહિત કુલ રૂપિયા 60 લાખની કિંમતના તમામ વાહનો- મશીનરી સીઝ કરી લઈ તેની કસ્ટડી સોયલ ગ્રામ પંચાયતની કચેરીને સોંપી દેવાઇ છે.
આ સમગ્ર કામગીરી ખાણ ખનીજ વિભાગની ટીમના નિખિલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિક ભાઇ, અને રજનીકાંતભાઈ વગેરે દ્વારા કરાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt