વલસાડમાં SOGની NDPS એક્ટ હેઠળ કાર્યવાહી: બાઇક પર જઈ રહેલા યુવક પાસેથી 2 કિલો ગાંજા ઝડપાયો
વલસાડ, 04 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વલસાડ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે NDPS એક્ટ હેઠળ મહત્વની કાર્યવાહી કરી છે. SOGની ટીમને મળેલી ચોક્કસ બ
Valsad


વલસાડ, 04 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વલસાડ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે NDPS એક્ટ હેઠળ મહત્વની કાર્યવાહી કરી છે. SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન બાઇક પર જઈ રહેલા એક યુવકને શંકાના આધારે અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવક પાસે રહેલા થેલામાંથી અંદાજે 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ ગાંજાનો જથ્થો જપ્ત કરી યુવકની ધરપકડ કરી છે.

આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande