જામનગરના કાલાવડમાં પતંગ લૂંટવા માટે ગયેલા 16 વર્ષના કિશોરનું વિજ કરન્ટથી કરુણ મૃત્યુ
જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રવિવારે 16 વર્ષના એક કિશોરને કપાપેલી પતંગ લૂંટવા જતાં અકસ્માતે તેનો હાથ વીજ થાંભલામાં અડી જતાં તેને જોરદાર વિજ કરન્ટ લાગ્યો હતો, અને સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિ
પતંગ ખેંચવામાં શોક લાગ્યો


જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રવિવારે 16 વર્ષના એક કિશોરને કપાપેલી પતંગ લૂંટવા જતાં અકસ્માતે તેનો હાથ વીજ થાંભલામાં અડી જતાં તેને જોરદાર વિજ કરન્ટ લાગ્યો હતો, અને સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું છે, જેથી પરિવારમાં માતમ છવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં કુંભનાથપરામાં રહેતો નફીશ અહેમદ ઇંદ્રીશભાઈ સોલંકી નામનો 16 વર્ષનો કિશોર ગઈકાલે સાંજે ગામમાં આવેલી નદી પાસે પતંગ ઉડાવી રહ્યો હતો, જે દરમિયાન એક કપાયેલી પતંગ ત્યાં આવતાં પોતે પતંગ લૂંટવા માટે દોટ મૂકી હતી. જે દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં આવેલા વીજ થાંભલાને અડી જતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો.

જેથી તેને સૌ પ્રથમ સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત બગડતાં વધુ સારવાર માટે રાજકૉટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબી સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે.

મળતી માહિતી મુજબ, નફીશ બે ભાઈ એક બહેનના પરિવારમાં વચ્ચેનું બાળક હતું. તેના પિતા મજુરીકામ કરે છે. કિશોર પણ પિતા સાથે કામે જઈ પરિવારમાં આર્થિક રીતે મદદ કરતો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande