
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદરની જુની એ.સી.સી. ફેક્ટરી પાસે સ્કુટરમાં વિદેશીદારૂની 44 બોટલ લઈ જતા યુવાનની ધરપકડ કરવામાં આવ્યા બાદ માલ મંગાવનાર બે ઈસમો અને માલ પુરો પાડનાર રાણાવાવના ઈસમનું નામ ખુલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.પોરબંદર એલ.સી.બી. ની ટીમ પેટ્રોલિંગમાં હતી,ત્યારે જુની એ.સી.સી. ફેક્ટરી પાસે પહોંચ્યા ત્યારે એક યુવાન મોપેડ લઈને ઉભો હતો અને તેના આગળના ભાગે એક બાચકું રાખ્યુ હતુ, આથી તેને અટકાવીને બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 44 બોટલ સહિત 4400 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે 54,400 નો મુદ્દામાલ કબ્જે કરીને તેની પુછપરછ હાથ ધરતા તે ખારવાવાડના ગરબી ચોકમાં રહેતો તુષાર ઉર્ફે ગોધો મનસુખ ગોહેલ હોવાનું જણાવ્યુ હતુ અને આ દારૂનો જથ્થો તેને રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતા હિતેષ કેશુ કારાવદરા પાસેથી વહેંચાતો લીધો હતો અને પોરબંદરના માણેકચોકમાં બકાલા માર્કેટ પાસે આવેલ આઈમાં પાન નામની દુકાનવાળા રાહુલ કારા કારાવદરા નામના ઇસમે તેમજ પોલિટેકનિક કોલેજ પાછળ નિધિ પાર્કમાં રહેતા આનંદ ઉર્ફે હાંડો કૃષ્ણકાંત બુચે મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી.તેથી પોલીસે તુષારની ધરપકડ કર્યા બાદ માલ આપનાર અને માલ મંગાવનાર બે ઈસમો સહિત કુલ ચારે શખ્સો સામે ગુન્હો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya