જામનગર નજીકના દરેડ જીઆઇડીસી પાસે વધુ એક હિટ એન્ડ રન : ઇજાગ્રસ્ત તરૂણનું સારવારમાં મોત
જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર નજીકના દરેડ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે બે દિવસ પહેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા તરૂણનું મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે ફરીયાદ થતા ભાગી છુટેલા ટ્રકચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે. જામનગર બાયપ
બાઈક અકસ્માત


જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર નજીકના દરેડ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે બે દિવસ પહેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા તરૂણનું મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે ફરીયાદ થતા ભાગી છુટેલા ટ્રકચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

જામનગર બાયપાસ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરની ભાગોળે આવેલા જી.આઈ.ડી.સી.એપલ ગેઈટ ૦૧ પાસે વધુ એક ગંભીર અકસ્માત તા. ૩ના રોજ સર્જાયો હતો. એક ટ્રક ચાલકે વાયુવેગે પોતાનો ટ્રક ચલાવી સ્ટેરીંગ પરનું નિયંત્રણ ગુમાવી દેતાં બેકાબૂ ટ્રકે બાઈકને હડફેટે લીધું હતું.

જે અકસ્માતમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાબા ગામના બાઈકસવાર રવીભાઈ ઉટડીયા નામના ૧૭ વર્ષીય તરુણને ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રકે પાછળથી ટક્કર મારતાં રવી રોડ પર ફંગોળાયો હતો. જેને લઈને શરીરે માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ૧૦૮ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયા તેમનું મૃત્યુ થયાનું તબીબે જાહેર કર્યું હતું.

બનાવ અંગે ગઢાબા ગામમાં રહેતા અતુલ ચનાભાઇ ઉટડીયા (ઉ.વ.૪૫)એ પંચ-બીમાં ટ્રક નં. જીજે૩૭ટી-૬૯૭૮ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા એએસઆઇ એમ.એમ. જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

બીજા બનાવમાં જામનગરના મોહનનગર આવાસમાં રહેતા રાજેશ બાબુલાલ ચૌહાણ (ઉ.વ.૫૦) પોતાનું જયુપીટર બાઇક નં. જીજે૧૦સીપી-૬૧૦૩ ચલાવીને ગત તા. ૨૫ના રોજ જનતા ફાટકથી નવા પુલ ઉપર જતા હતા ત્યારે એકટીવાના ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેમાં ફરીયાદીને પગમાં ગંભીર ઇજા પહોચી હતી, રાજેશભાઇએ એકટીવાના ચાલક સામે ફરીયાદ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande