
મહેસાણા,05 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ સી.કે. ફાઉન્ડેશન દ્વારા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકામદારોના વ્યક્તિગત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંયુક્ત રીતે મિશન નવ ભારત અંતર્ગત આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં શહેરની સ્વચ્છતા માટે સતત મહેનત કરતા સફાઈકામદારોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. સમાજના આરોગ્ય અને સ્વચ્છતા માટે દિવસ-રાત કાર્યરત રહેતા સફાઈકામદારોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ ઓઝા, મહેસાણા જિલ્લા પ્રમુખ વિશાલભાઈ બારોટ, અલકેશભાઈ રાવલ તેમજ એડવોકેટ દિનેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સફાઈકામદારો શહેરની રીઢ સમાન છે અને તેમના વિના સ્વચ્છ તથા સ્વસ્થ સમાજની કલ્પના શક્ય નથી. આવા સન્માન કાર્યક્રમોથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે. કાર્યક્રમ અંતે સૌએ સફાઈકામદારોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR