
પોરબંદર, 05 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરના આદિત્યાણા ગામે કોઇ નરાધમોએ ગૌધન ઉપર કુહાડી વડે હુમલો કર્યો છે, તેથી નરાધમોને શોધીને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી થઇ છે.
આદિત્યાણામાં ગાયમાતા પર કુહાડી વડે હીચકારો હુમલો થતા ગાયમાતા લોહીલુહાણ થતા ગૌભક્તોમાં રોષ ભભૂક્યો હતો. મુંગા જીવ કોઇને હેરાન કરતા નહી હોવા છતા કોઇ નરાધમે તેની ઉપર ઘાતકી હુમલો કરતા તેના આકરા પ્રત્યાઘાતો પડયા હતા. આદિત્યાણા આઉટ પોસ્ટ પોલીસ મથકના જમાદાર સંદીપભાઇને જાણ કરવામાં આવી હતી. હુમલાખોર સામે પોલીસ કડકમાં કડક પગલા ભરે અને હુમલો કરનાર આરોપીને ઝડપી ગામમાં સરઘસ કાઢવા તથા કડક કાર્યવાહી કરવા ગૌપ્રેમીઓ વતી પ્રકાશભાઈ પંડીતે માંગ કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya