મહિલાઓમાં મોબાઈલ કવરમાં, કાર્ટૂન અને નવી ડિઝાઇનનો ક્રેઝ વધ્યો
અમરેલી,, 05 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં મોબાઈલ કવર ખરીદવાનો વિશેષ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પહેલાં મોબાઈલ કવર માત્ર સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ હવે તે ફેશન અને વ્યક્તિત્વ વ્યક્ત કરવાનો એક મહત્વનો ભા
મહિલાઓમાં મોબાઈલ કવરનો કાર્ટૂન અને નવી ડિઝાઇનનો ક્રેઝ વધ્યો


અમરેલી,, 05 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓમાં મોબાઈલ કવર ખરીદવાનો વિશેષ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પહેલાં મોબાઈલ કવર માત્ર સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ હવે તે ફેશન અને વ્યક્તિત્વ વ્યક્ત કરવાનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ખાસ કરીને કાર્ટૂન ડિઝાઇન, લવ બર્ડ, ફેન્સી પેટર્ન અને બાળકોને આકર્ષે તેવી ડિઝાઇનવાળા કવર મહિલાઓમાં વધુ લોકપ્રિય બન્યા છે.

અમરેલી જિલ્લાના વિવિધ શહેરો અને તાલુકાઓમાં આવેલી મોબાઈલ શોપ પર હવે પુરુષોની તુલનામાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળે છે. મહિલાઓ પોતાના મોબાઈલને સ્ટાઈલિશ અને અનોખો દેખાવ આપવા માટે અલગ અલગ ડિઝાઇનના કવર પસંદ કરે છે. યુવાન- યુવતીઓમાં કાર્ટૂન અને લવ થીમવાળા કવરનો ક્રેઝ વધ્યો છે, જ્યારે ગૃહિણીઓ અને મધ્યમ વયની મહિલાઓ ફેન્સી અને સિમ્પલ ડિઝાઇન પસંદ કરે છે. બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા કિડ્સ કવર પણ સારી માંગ ધરાવે છે.

સાવરકુંડલા શહેરના મોબાઈલ એસેસરીઝ વેપારી રફીકભાઈ જાદવે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને સાવરકુંડલા શહેરમાં તેમની દુકાન ચલાવે છે. રફીકભાઈના જણાવ્યા મુજબ, હાલ તેમની દુકાન પર સૌથી વધુ મહિલાઓ મોબાઈલ કવર ખરીદવા આવે છે. રોજના સરેરાશ 50થી વધુ મહિલાઓ માત્ર કવર જોવા અને ખરીદી કરવા માટે આવે છે, જે પોતે એક મોટો ફેરફાર દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલાઓ ખાસ કરીને ફેન્સી કવર, લવ બર્ડ ડિઝાઇન, કાર્ટૂન કેરેક્ટરવાળા કવર અને નવી નવી પેટર્નવાળા કવર પસંદ કરે છે. બજારમાં સતત નવી ડિઝાઇન આવી રહી હોવાથી ગ્રાહકોમાં પસંદગીના વિકલ્પો વધ્યા છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ટ્રેન્ડ્સ પણ મહિલાઓની પસંદગી પર અસર કરી રહ્યા છે, જેના કારણે તેઓ અલગ અને આકર્ષક ડિઝાઇન શોધે છે.

મોબાઈલ કવરનો ભાવ પણ સામાન્ય ગ્રાહકને અનુકૂળ હોવાથી તેની માંગ સતત વધી રહી છે. હાલ બજારમાં કવરનો ભાવ રૂ.100થી રૂ.200 વચ્ચે છે, જેથી દરેક વર્ગની મહિલાઓ સરળતાથી ખરીદી કરી શકે છે. ઓછા ખર્ચે મોબાઈલને નવો લુક મળતો હોવાથી મહિલાઓ વારંવાર કવર બદલવાનું પસંદ કરે છે.

વેપારીઓનું કહેવું છે કે, આ ટ્રેન્ડથી મોબાઈલ એસેસરીઝના વ્યવસાયમાં સારી વૃદ્ધિ થઈ છે. મહિલાઓની વધતી ખરીદી શક્તિ અને ફેશન પ્રત્યેની જાગૃતિને કારણે આવનારા સમયમાં પણ મોબાઈલ કવર અને અન્ય એસેસરીઝની માંગ વધતી રહેશે. આમ, અમરેલી જિલ્લામાં મહિલાઓમાં મોબાઈલ કવરનો કાર્ટૂન અને નવી ડિઝાઇનનો ક્રેઝ હવે એક નવો ફેશન ટ્રેન્ડ બની ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande